ચંદ્રિકા બેન ગઢવી દ્વારા ભારતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને ધારદાર રજૂઆત
ચારણ સમાજની બહેને ગીરમાં વસતા માલધારી સમાજની ધરોહર જાળવી રાખવા ભારતના ગૃહમંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રીને ધારદાર રૂબરૂમાં રજુઆત કરી :
જુનાગઢ જીલ્લાના વિશ્વ પ્રસિદ્ધ ગીરના જંગલોમા સદીઓથી અને યુગોથી વસવાટ કરતા "ગીરના ચારણોના વિસ્થાપિત થયેલા નેસડા(નેહડા)" બાબતે, આપે જે ધારદાર, ચોટદાર અને હ્રદય સોંસરવી ઉતરી જાય એવી, સ્પષ્ટ અને અસરકારક રજુઆત કરી છે, તે ખરેખર દાદ માગી લે એવી ગૌરવ લેવા જેવી ઘટના છે. તાજેતરમા જ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા "પ્રવાસી ગુજરાત" ના ઉપક્રમે આખી દુનિયામાથી ગણીને દોઢસો જેટલા નામાંકિત ગુજરાતી બિઝનેસમેનો/ ઉદ્યોગપતિઓ ને પોતાના ઉદ્યોગો સ્થાપવા, પોતાના ઉદ્યોગોને લગતા પ્રશ્નોની રજુઆત કરવા તથા વિકાસમા સહભાગી થવા માટેના સૂચનો અને સુઝાવો આપવા માટે બોલાવ્યા હતા.
એ સંવાદમા રાષ્ટ્રિય ગૃહમંત્રી અમીતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો પણ હાજર હતા. વિદેશમા વસતા ઉદ્યોગપતિઓ ને પોતાના વતન ભારત દેશમા ઉદ્યોગધંધાઓ માટે આવકારવા તથા એમા પડતી સંભવિત મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેનો આ સંવાદનો મુખ્ય હેતુ હતો. બીજા અનેક ઉદ્યોગપતિઓ એ કદાચ ભાજપના અને સરકારના વખાણ કર્યા હશે, કે પોતાના અંગત પ્રશ્નોની રજુઆતો કરી હશે. કે સૂચનો કર્યા હશે. પણ દુબઈ સ્થિત આ ઝાલાવાડની દિકરી શ્રીમતી ચંદ્રિકાબેન કકનસિંહ ગઢવી એ બીજી કોઈ પણ રજુઆતો કર્યા વગર, માત્ર પોતાના અંતરાત્માના અવાજ અનુસાર, પોતાના સમસ્ત ગઢવી ચારણ કુળની લાજ રાખનાર અને નેહડાઓમા જન્મીને ચારણ કુળને દિપાવનાર તથા ઉજાળનાર, નેહડામા જન્મીને, સમગ્ર વિશ્વમા અઢારેય આલમ મા પૂજાતી અને તમામ વર્ણોમા ડંકો વગાડનારી, ચારણની આઈયુ એટલેકે જોગમાયા માતાજીયુ ના જન્મસ્થળ, એવા ગીરના જંગલોમા વર્ષોથી, સદીઓથી અને યુગોથી ઉભેલા "ચારણ માતાજીયુ ના નેસડાઓ" તથા માતાજીયુના સ્થાનકો ના ગેરકાયદેસર વિસ્થાપન બાબતે, જે રીતે દિલથી રજુઆત કરી એ બદલ સમગ્ર ચારણ સમાજ આપનો ઋણી છે. કેન્દ્ર સરકારના આ સાચા કે ખોટા વહિવટી નિર્ણયનુ પરિણામ ભલે ગમે તે આવે, પણ કેન્દ્રિય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ, નિર્ભયતાથી, ફેસ ટુ ફેસ આવી રજુઆત કરવાની અગાધ શક્તિ અને હિંમત ફકત આઈ આવડના સંપૂર્ણ આશિર્વાદ હોય તોજ શક્ય બની શકે. કોઈ પણ આયોજન કે પ્રયોજન વગર, સામે ચાલીને ગીરના નેહડાના ચારણો તથા આપણી ચારણ આઈયુના મુળ સ્થાનકોની ચિંતા કરવા બદલ, તથા યોગ્ય સમયે ધારદાર રજુઆત કરવા બદલ, ફરી એક વાર સમગ્ર ચારણ સમાજ વતી અને માલધારી સમાજ વતી યુનાઈટેડ માલધારી ગ્રુપ હૃદયપૂર્વક અભિનંદન સાથે જય માતાજી!
No comments:
Post a Comment