ગુજરાતમાં વિધવા સહાય યોજના 2022 :
ગુજરાતમાં વિધવા સહાય યોજના 2020 થી સરકાર તરફથી વિધવા મહિલાઓ માટે સહાયરૂપે ઉપલબ્ધ છે. તેની સંપુર્ણ માહિતી જાણવા માટે નીચે વાંચો.
ગુજરાત સરકારની નવી યોજના એટલે કે ગુજરાતમાં વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવી છે, અહીં તમે વિધવા સહાય ફોર્મ ભરવા માટે PDF ડાઉનલોડ કરી શકશો. ફોર્મ ભરીને ગુજરાત સરકારના પોર્ટલ પર સબમિટ કરી શકો છો.
વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો :
- અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
- સોગંદનામુ (પરિશિષ્ટ ૨/૮૬ મુજબ )
- આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
- અરજદારના પતિનો મરણનો દાખલો
- અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો
- અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
- મૈયતના વારસદારોનું પેઢીનામું
- ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર
- પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર(દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ રજુ કરવાનું રહેશે)
- ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા
- અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે
ત્યારબાદ આટલા પ્રમાણપત્રો લઈ યોજનાનું ફોર્મ ભરી આપવું અને ખાસ પતિનું મૃત્યુ થયાનું પ્રમાણપત્ર રજુ કરવું તથા મેડિકલ ઓફિસર (ડોક્ટર) નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે. સાથે-સાથે રેશન કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ અને એફિડેવિટ પ્રમાણપત્ર રાખવું.
ફોર્મ ભરી અને દસ્તાવેજો ક્યાં આપવા :
- ઉપરોક્ત તમામ દસ્તાવેજો તૈયાર કર્યા બાદ મામલતદાર કચેરી (સેવા સદન) ખાતે જમા કરાવવાના રહેશે
- અરજી કર્યા બાદ 2 મહિનામાં વિધવા મહિલાના ખાતામાં 1250 રૂપિયા જમા કરવામાં આવશે
ખાસ નોંધ :
- આ પ્રક્રિયા માત્ર એક વખત કરવાની થશે ત્યારબાદ વિધવા મહિલાના બેંક ખાતામાં આજીવન દર મહિને 1250 રૂપિયા જમા થશે
- આ યોજનાને જે તે વિધવા મહિલાના બાળકોની આવક મર્યાદા સાથે કોઈ લેવાદેવા નથી
No comments:
Post a Comment