ગુજરાતની ચૂંટણી પહેલાં કેન્દ્રનો મોટો દાવ :
આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે.
ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપની કેન્દ્ર સરકારે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો 1955 હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) હેઠળ નહીં .
CAAમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ પણ છે. પરંતુ આ અધિનિયમ હેઠળ, સરકારે હજી સુધી નિયમો બનાવ્યા નથી, તેથી અત્યાર સુધી તેના હેઠળ કોઈને નાગરિકતા આપી શકાતી નહીં.
ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ના કલમ 6 અને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી મળશે અથવા નાગરિકતા આપવામાં આવશે.
ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે, ત્યારબાદ કલેક્ટર જિલ્લા સ્તરે તેનું વેરિફિકેશન કરાશે.નોટિફિકેશન મુજબ કલેક્ટર અરજી સાથે તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે.
નોટિફિકેશન મુજબ, સંપૂર્ણ પ્રક્રિયા પછી સંતુષ્ટ થવા પર, કલેક્ટર ભારતીય નાગરિકતા આપશે અને તેના માટે પ્રમાણપત્ર આપશે. કલેક્ટર દ્વારા ઓનલાઈન તેમજ ભૌતિક રજીસ્ટર જાળવવામાં આવશે, જેમાં ભારતના નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓની વિગતો હશે અને તેની એક નકલ કેન્દ્ર સરકારને આવા રજીસ્ટ્રેશનના સાત દિવસની અંદર મોકલવામાં આવશે.
No comments:
Post a Comment