કીલેશ્વર મહાદેવ મંદિર : ફરવાલાયક સ્થળ
શ્રાવણ મહિનામાં બરડા અભ્યારણમાં આવેલ સુવિખ્યાત અને પ્રખ્યાત કીલેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ ઊમટી પડી. જન્માષ્ટમીના તહેવારોમાં બરડા ડુંગરમાં આવેલ મહાદેવનું મંદિર ભક્તોની ભીડથી ઢંકાઈ જાય છે. ત્યાં જવાનો અને કીલેશ્વર મહાદેવના દર્શન કરવા લોકો દૂર-દૂર થી આવે છે તેમજ ત્યાં જંગલની વચ્ચે હરિયાળી અને કુદરતી સૌંદર્યનું નયનરમ્ય દ્રશ્ય લોકોને આકર્ષે છે. ત્યાં નિલગંગા નામના કુંડમાં લોકો નાહવાની મોજ લે છે. જામસાહેબ બાપુની માલિકી ધરાવતા કીલેશ્વર મહાદેવનું પટાંગણ તથા ઘટાદાર વૃક્ષો અને પ્રકૃતિનો અનન્ય નઝારો લોકોને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.
પાંડવોના સમયમાં જ્યારે પાંડવો 14 વર્ષ ના વનવાસ માં હતા ત્યારે 1 વર્ષ અજ્ઞાતવાસના સમયગાળા દરમિયાન બરડા ડુંગરમાં છુપાયેલા હતા તેવો ઇતિહાસ છે. તે સમયમાં પાંડવોએ આ મહાદેવની સ્થાપના કરેલ છે તેવું મનાય છે.આવો ભવ્યભૂતકાળ કીલેશ્વર મહાદેવનો પ્રસિદ્ધ છે.હાલ ચોમાસાની ઋતુમાં અને મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને કુદરતી સૌંદર્યનો નજારો લ્યે છે.
ત્યાં આનંદ અને માણસમાં મનની શાંતિ અને હળવાશ અનુભવવી હોય તો અવશ્ય મંદિરમાં દર્શન કરો અને પ્રકૃતિના ખોળામાં રહેતા માલધારીઓનો સરળતા, નિખાલસતા, નિર્દોશ સ્વભાવના સાક્ષાત દર્શન થાય છે તથા પશુઓ પ્રત્યે પ્રેમ, પંખીઓનો ગુંજરવ, ત્યાંના માલધારીઓનું સાદું જીવન આપણને નવીનતામાં મૂકી દે છે.
તો આવો અને કુદરતના ખોળામાં લિલી વનરાઈમાં આવેલ મહાધિદેવ ભોળાનાથના દર્શન કરો અને વનવડગા માંથી વહેતુ ઝરણું અને નદીઓના પાણીમાં સ્નાન કરો તથા કુદરતના ખજાનાનો લાભ લો.
No comments:
Post a Comment