આંગણવાડી વર્કરના માનદ વેતનમાં વધારો || ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપલી વયમર્યાદામાં એક વર્ષનો વધારો
બ્રેકિંગ ન્યુઝ :
- આંગણવાડી વર્કરના માનદ વેતનમાં વધારો
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપલી વયમર્યાદામાં એક વર્ષનો વધારો
સંદર્ભ :
આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર ના માનદ વેતન દરમાં વધારો કરવા પરિપત્ર કરાયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉમેદવારોને વધુ તક આપવા ઉપલી વયમર્યાદા વધારવા નિર્ણય લેવાયો છે.
આ અગાઉ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ કક્ષાએ આવેદન પત્રો અને રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો આજ ગુજરાત સરકાર દ્વારા ગહન ચર્ચા-વિચારણા બાદ બધા પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવે તે હેતુસર આંગણવાડી વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. માનદ વેતન વધારાનો પરિપત્ર નીચે આપેલ લીંક પર ક્લીક કરીને વાંચી શકો છો :
આંગણવાડી વર્કરના માનદ વેતનમાં વધારો પરિપત્ર વાંચવા અહીં ક્લીક કરો
આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે અગાઉ કરાયેલ રજૂઆત :
માનદ વેતન વધારા સહિતના વિવિધ પ્રશ્નો સાથે આંગણવાડી વર્કર બહેનો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો આપી પોતાની માંગણીઓ રજૂ કરાયેલી હતી.
આંગણવાડી વર્કરની અગાઉ કરાયેલ વિવિધ પડતર માંગણીઓ આ મુજબ હતી :
1. લઘુતમ વેતન આપવાની માગણી
2. વર્કરને મળતા રૂપિયા 7,800 માં વધારો કરી 22,000 કરવા
3. હેલ્પરને મળતા 3,900 માં વધારો કરી 7500 કરવા
4. નવા સારા મોબાઈલ આપવા
5. નિવૃત્તિની વયમર્યાદા ગુજરાતમાં 60 વર્ષ કરવામાં આવે
6. ગ્રેચ્યુઇટીની રકમ તાકીદે ચુકવવામાં આવે તથા પેન્શન - પ્રો. ફંડ યોજના લાગુ કરવામાં આવે
7. કુપોષિત બાળકો અને માતાના આહાર માટેની ફળવણીની રકમ માટે વધારો કરવામાં આવે
8.પોષણ સુધા યોજનામાં લાભાર્થી સગર્ભા માતાના પૂર્વ ભોજન માટે માત્ર 19 રૂપિયા ને બદલે 80 રૂપિયા આપવામાં આવે
9. જિલ્લા તાલુકા ફેર બદલીની તક અપાય
10. કેન્દ્ર સરકારના પરિપત્રનો તાત્કાલિક અમલ કરી અને બઢતી આપવામાં આવે
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપલી વયમર્યાદામાં એક વર્ષનો વધારો :
બેરોજગારો માટે વધુ એક ફાયદો : સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની ઉપલી વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો.
કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી એ વાત આપણે સહુ જાણીએ છીએ. આજે ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે સ્પર્ધાત્મક પરીક્ષા ભરતીની ઉપલી વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપલી વયમર્યાદા વધારવા માટે જાહેર કરાયેલ નિયમો આ મુજબ છે :
- તા.૧/૯/૨૦૨૨ થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ લાગુ પડશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૯/૦૯/૨૦૨૨ ના ઉક્ત જાહેરનામાની જોગવાઇથી નીચે મુજબનો લાભ રહેશે :
- જે જગ્યાના ભરતી નિયમોમાં ફક્ત સ્નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૬ વર્ષ ગણવાની.
- જે જગ્યાના ભરતી નિયમોમાં સ્નાતક કરતાં ઓછી હોઇ શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૪ વર્ષ ગણવાની.
ખાસ નોંધ :
No comments:
Post a Comment