Breaking

Monday, November 21, 2022

નવલા નોરતાની રમઝટ || Navratri Special Albums || નવરાત્રીના ગરબા

નવલા નોરતાની રમઝટ || Navratri Special Albums || નવરાત્રીના ગરબા

નવલા નોરતા :

નમસ્કાર મિત્રો, આજ થી શરૂ થતાં નવલા નોરતાની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! આજ થી પ્રારંભ થતાં નવરાત્રી પર્વ પર આ વર્ષે બધા ગુજરાતીઓ ના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષો માં આપણે આ નવલા નોરતાની મજા માણી શક્યા નથી! કોરોના મહામારી જેવી ભયંકર આપદા વિશ્વને જગજોડી ને ચાલી ગઈ છે. તો ગયા વર્ષે મોકા પર જ વરસતા અણધાર્યા વરસાદને લીધે ખેલૈયા નો જોમ જુસ્સો પસ્ત થઈ ગયો હતો.

પરંતુ આ વખતે એવું નઈ બને ! વરસાદ પણ હવે વરસીને થાકી ગયો હોય એવું લાગે છે. બીજી તરફ કોરોના મહામારી હવે સામાન્ય ફ્લુ જેવી જાહેર બનવા પામી છે. અતિ ભય અને ચોકસાઈ હવે લોકોને રાસ આવતી નથી. લગભગ છેલ્લા દશેક મહિના થી ભારત અને આપણું ગુજરાત હવે રાહત દરે ચોખ્ખો શ્વાસ લેતા હોય એવું લાગી રહ્યું છે.


આ વખતે જામશે રંગ :

ગયા વર્ષો ના અધૂરા આનંદ નો કોચવાટ અને આ વર્ષનો અનેરો ઉત્સાહ લઈ ખેલૈયા હવે રમવા તૈયાર છે, સજ્જ છે ! પોતાના ટ્રેડિશનલ પોશાક પહેરી યુવક અને યુવતીઓ ગુજરાતને જાણે નવ દિવસ રંગોથી ભરી દેશે !

ગુજરાતીઓ ની ઓળખ એટલે ગરબા :

ભારત ના બધા રાજ્યો માં તેમની એક અલગ ઓળખાણ છે. એટલે જ તો અનેકતામાં એકતાનું પ્રતિબિંબ છે આપણું આ ભારત ! એવી જ રીતે ગુજરાત નું નામ પડે એટલે મગજ માં દાંડિયા અને ગરબા જ ઘૂમે, ગુજરાતી હોય અને ગરબા ગમે નહિ એ બનેજ નહીં ! ગુજરાતીઓ પૂરા જોમ જુસા અને અનેરા ઉત્સાહથી નવલા નોરતાનો આનંદ લે છે.

આ નવ દિવસ જાણે પૂરા વર્ષના કોરા કાગળ પર રંગો ભરીને યાદગાર બનાવી દે છે ! માતાજીના ગરબા અને આરતી, પૂજન અર્ચન થી ઘરમાં જાણે રિદ્ધિ-સિદ્ધિના કુમ કુમ પગલાં પડતા હોય એવી અનુભૂતિ થાય છે.


૨૦૨૨ માં ખેલૈયા માટે લોંચ થયેલા ગરબાના આલ્બમ :

નવરાત્રી આવતા ભેર ખેલૈયા માટે પગની થીરકન આપવા, જુમતા હાથને દાંડિયા નો તાલ આપવા, લહેરાતી ચૂંદડીઓ ની ઘુઘરીઓની ઘમકાર સાંધવા આ વર્ષે પણ ગુજરાતના મોટા નામ એવા ગરબા સ્પેશિયાલીસ્ટ ફાલ્ગુની પાઠક, કિર્તીદાન ગઢવી, એશ્વર્યા મજુમદાર, હેમંત ચોહાણ, ઉમેશ બારોટ, જીજ્ઞેશ બારોટ જેવા અનેક કલાકારો દ્વારા પોતાના મધુરા અવાજમાં નવા ૨૦૨૨ ના આલ્બમ લોન્ચ કર્યા છે.

નીચે આ આલ્બમ ને સાંભળવા માટે લીંક આપેલ છે, લીંક પર ક્લીક કરીને નવલા નોરતાનો આનંદ મેળવો :
























No comments:

Post a Comment